Monday, 4 February 2013


My article in today's Gujarat Guadian

e paper link: http://gujaratguardian.in/E-Paper/02-04-2013Suppliment/index.html






યુરો ની સુલ્તાની; પાઉન્ડ, યેન કડડભૂસ


આપણી આ કોલમ માં આગળ યુરો - રૂપિયા સામે વીકલી ચાર્ટ પર ફ્લેગ પેટર્ન માં ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ડોલર સામે રૂપિયો ભલે સુધરે, યુરો સામે રૂપિયા ને સુધાર માટે ની શક્યતાઓ ઓછી હોવાનું પણ જણાવ્યું હતું. ગયા અઠવાડિયે બધી જ કરન્સી માં યુરો વધવા માં મોખરે રહ્યો. ડોલર સામે યુરો સપ્તાહ ના અંત માં 1.3700 ના સ્તર ની પાર જોવાયો છે.


સપ્તાહ દરમ્યાન ડોલર યેન સામે સુધર્યો હોવા છતાં પણ યુરો સામે ના ઘટાડા ને પગલે ડોલર ઇન્ડેક્ષ માં એક ટકા થી પણ વધારે નો ઘટાડો જોવાયો છે. વૈશ્વિક મંદી ના પગલે જાપાન અને અમેરિકા જેવા દેશો ના અર્થતંત્રો પણ મંદી નો સામનો કરી રહ્યા હતા. આ મંદી ને ખાળવા માટે તેમજ પોતાની નિકાસો વધારવા માટે, આવા ઉત્પાદન લક્ષી દેશો યુરોપીયન ડેટ માં મોટા પાયા પર રોકાણ કરવા લાગ્યા છે. દુનિયા ના દેશોની આ મોર્ગેજ બેક કે અન્ય બોન્ડ માં રોકાણ કરવા ની આ હોડ નો ભરપૂર ફાયદો યુરોપીન કરન્સી ને થઇ રહ્યો છે.

EURINR: યુરો ની આ તેજી ને પગલે રૂપિયા માં નવા હાઈ ની શક્યતા ફરી વધી ગઈ છે. ભલે રૂપિયો ડોલર સામે સુધર્યો હોય, પરંતુ યુરો સામે આ અઠવાડિયે પણ ઘટાડો નોધાયો છે. હાલ ના સંજોગો જોતા યુરો માં 73.75 ની શક્યતા વધારે છે. જયારે આગળ ના અંક માં જણાવેલ આપણી ટ્રેન્ડ લાઈન 71.41 ઉપર ની ચાલ જળવાઈ રહે, ત્યાં સુધી ટ્રેન્ડ તો તેજી તરફી જ કહી શકાય.

USDINR: 8 જાન્યુઆરી ના 55.25 ના સ્તરે થી શરુ થયેલ ઘટાડા માં ડોલર ના રૂપિયા સામે ની તેજી ના ટ્રેન્ડ નું રિવર્સલ જોવાયું છે. હાલ માં તો ડોલર રૂપિયા સામે એક ફોલીંગ ચેનલ માં જોવાયો છે. માટે હવે જ્યાં સુધી સ્પોટ માં 53.50 ઉપર નો સાપ્તાહિક બંધ ન જોવાય ડોલર માં ટ્રેન્ડ ઘટાડા તરફી જ કહી શકાય.

એનએસઈ ના ફેબ્રુઆરી વાયદા માં પ્રીમીયમ ને ધ્યાન પર રાખતા હાલ માં 53.70 ઉપર નો બંધ ન જોવાય, ત્યાં સુધી ટ્રેન્ડ ઘટાડા તરફી કહેવાય. જોકે એક મહિના થી ઘટી રહેલ ડોલર માં અગર કોઈ રીએકટીવ ઉછાળા માટે તેજી નો સોદો કરવા માટે 53.00 નો પુટ લઇ, ફ્યુચર માં લેણ કરવું ઠીક રહે.

GBPINR: જન્યુઆરી માસ ની શરૂઆત માં પાઉન્ડ જ્યાં રૂપિયા સામે નવા હાઈ ની તૈયારી માં હતો, ત્યાં મહિના ના અંતે આશરે આઠ ટકા જેટલો ઘટેલો જોવાયો છે. 





પાઉન્ડ ના વીકલી ચાર્ટ પર હાલ માં આમતો 83 મહત્વ નો ટેકો છે. પરંતુ, આ ટેકો તૂટતા વધારે નીચા સ્તરો જોવાઈ શકે છે. જયારે 84.7000 ઉપર ની ચાલ ન જોવાય ત્યાં સુધી આ કરન્સી પેર માં ટ્રેન્ડ ઘટાડા તરફી જળવાઈ રહેવાની શક્યતા વધારે છે.

No comments:

Post a Comment