Monday, 21 January 2013

Weekly Outlook of Nifty from 21st Jan - 25th Jan



Last week it was mentioned that ‘However, profit booking is quite expected and I think one should bet on this correction as a possible opportunity to enter into good stocks. Nevertheless, the Option writers are gambling at 6100 strike price CE options and 5900 PE options indicating that a fall near 5900 and the 50 day EMA at 5860 can be a fruitful entry point targeting 6100. For the week, watch consolidation/correction at 5864/5910,  5980/6010 and further extension into 5820-6040”. What happened next Nifty spot surpassed 6040 and Nifty future failed to cross 6100 as the Option writers were heavily betting at 6100 strike price CE. Smart rally was seen from 5965 support zone to cross through immediate resistance at 6040 (high at 6083) before strong weekly close at 6064.
  
Finally the Sensex managed to breach above the resistance level of 19800, and is now trying to test the resistance of the upper border of the upward-sloping channel.
The index closed the week above the psychological level of 20000 for the first time in 2 years. Now, the question is whether it is a good time to buy?

 

I guess the answer is No. Because if one looks at recent highs, one can spot that the technical indicators confirmed negative divergences by touching lower tops while the index climbed higher. Nevertheless we have not witnessed any reversal patterns but this week the Sensex has ended with a ‘Doji’ candlestick pattern. So now can these two set of factors be enough for a possible turning point. The conclusion can be ‘YES’. So be cautious as the index is trading at 2 years high with lower volumes.
The quarterly results so far have been quite good mainly from RIL, TCS, and ITC. Bold steps of the Government to cut fuel subsidy to zero in 18 months and the WPI inflation data builds expectation of 25-50 bps rate cut on 29th January. These factors brought optimism to FIIs to pump in more money. The bullish suggestion still remains firm with focus at 6181. The only risk factor at this stage is delay in rate cut from RBI but correction, if any should hold 5940-6000.
Conclusion: The Sensex and Nifty have reached at 2 year highs. Daily and weekly technical indicators are showing negative divergences. This is a good time to book some partial profits. NIFTY Index closing above the psychological level of ‘6000’ is surely a bullish sign on Technical Chart. However the Derivative data also confirms that 6200 is restricted on the upper side for this expiry. One can expect heavy profit booking around this level. Also the Sensex is trading quite close to its upper border of the upward sloping channel.









e paper link:


રૂપિયા નું રિવર્સલ: ઓઈલ સબસીડી નો બોજ ઘટતા રૂપિયા માં સુધાર

છેલ્લા ત્રણ માસ થી કેપિટલ માર્કેટ ના અનુભવીઓ ને ગુચવતા સવાલ નો છેવટે જાણે કે જવાબ મળી ગયો. એક બાજુ સપ્ટેમ્બર માસ થી શેર બજાર માં તોફાની તેજી ચાલી છે, તો આ જ ગાળા દરમ્યાન 51.25 ના નીચા સ્તર થી ડોલર સતત સુધરતો રહ્યો. નવેમ્બર માસ માં તો ડોલર રૂપિયા ની સામે 55.87 સુધી ના ઊંચા મથાળે જોવાયો હતો. એમાં પણ જાન્યુઆરી માસ ની શરૂઆત થી જ ડોલર ફરી 55 ની સપાટી ની ઉપર ચાલતો જોવાયો. હવે જયારે નિફ્ટી આંક 5200 હતો ત્યારે પણ ડોલર 55 અને 6000 ના અંકે પણ 55. કાં તો ડોલર ઘટે, કાં નિફ્ટી. કરેકશન કોનું પહેલા આવે, એ યક્ષ પ્રશ્ન દરેકેદરેક ફંડ મેનેજર અને રોકાણકાર ને સતાવી રહ્યો હતો. છેવટે સરકારે ડીઝલ પર ની સબસીડી નાબુદ કરવા નો નિર્ણય લીધો, તો આ નિર્ણય ના પગલે સરકાર ને આ વખતે જે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ને જીવિત રાખવા જે ઓઈલ બોન્ડ ઈશ્યુ કરવા પડે છે, એનો ભાર ઘટશે. સરકાર ના આ ઓઈલ બોન્ડ ના બોજા ના ઘટવા ના સમાચાર ને પગલે રૂપિયા માં તેજી જોવાઈ. અઠવાડિયા દરમ્યાન રૂપિયા સામે સ્થિર રહેલા ડોલર માં છેલ્લા બે દિવસો માં બે ટકા થી પણ વધારે નો કડાકો જોવાયો અને આ લખાય છે ત્યારે ડોલર રૂપિયા ની સામે 54 ના સ્તર ની પણ નીચે 53.77 જોવાયો છે.


હાલ ડોલર ના આ ઘટાડા માં નોધવા જેવી બાબત એ રહી કે 2011 પછી પહેલી વખત ડોલર વીકલી ચાર્ટ કરેકશન પહેલા ના ઊંચા સ્તરો ને વટાવવા માં અસમર્થ રહ્યો છે. ઉપર ચાર્ટ માં જોવાય છે એમ નવેમ્બર માસ ના છેલ્લા અઠવાડિયા માં ડોલર માં આવો જ કડાકો જોવાયો હતો અને ત્યાર પછી ના આ દોઢ મહિના માં ડોલર નવેમ્બર માસ ના એ અઠવાડિયા ના ઊંચા સ્તરો ને વટાવ્યા સિવાય ફરી ઘટાડા તરફી રહેતા હવે રૂપિયા નો સુધાર જળવાઈ રહેવા ની આશા છે.


યેન ની નરમ રાખવા ની જાપાની સરકાર ની નીતિ 

2008 પછી જાપાન આ ત્રીજી વખત આર્થિક મંદી નો સામનો કરી રહ્યું છે. સરકારે નિકાસો ને પ્રોત્સાહિત કરવા ઘર-આંગણે કરન્સી ને નરમ રાખવા ની નીતિ જ જાણે કે અપનાવી લીધી છે. પાંચેક દિવસ પહેલા જાપાન ના વડાપ્રધાન શિન્ઝો એબે 50 લાખ કરોડ યેન વિદેશી બોન્ડ માં રોકવા ની જાહેરાત કરી છે. વડાપ્રધાન ની આ જાહેરાત ને પગલે વૈશ્વિક કરન્સીઓ સામે છ મહિના થી ઘટી રહેલા યેન, જે હાલ માં ઓવર-સોલ્ડ ઝોન માં હતો અને એકાદ રિવર્સલ ની શક્યતા હતી, તેની સામે ઓવર-સોલ્ડ ઝોન માં જ યેન વધુ ઘટી રૂપિયા ની સામે 59.84 ના નીચા સ્તરો સુધી જોવાયો.



જોકે યેન આમ તો ઘટાડા તરફી જ લાગે છે, પરંતુ હાલ ના આ ઓવર-સોલ્ડ ઝોન ને જોતા 59.10 આસપાસ થી એકાદ પ્રત્યાઘાતી ઉછાળા ની શક્યતા નકારી શકાય નહી.

યુરો હજી પણ સ્થિર

આમ તો ગયા અઠવાડિયે રૂપિયો ડોલર, યેન ઉપરાંત યુરો ની સામે પણ મક્કમ રહ્યો છે. યુરો ની સામે અઠવાડિયા માં રૂપિયો બે ટકા જેટલો સુધર્યો છે. પરંતુ, યુરો ના વીકલી ચાર્ટ પર ફ્લેગ પેટર્ન જોવાઈ છે.



યુરો ના આ મુમેન્ટમ ને જોતા જ્યાં સુધી ડીસેમ્બર ના છેલ્લા અઠવાડિયા નો નીચો ભાવ 70.80 ની નીચે નો સાપ્તાહિક બંધ ન જોવાય, યુરો માં અન્ડર ટોન સુધારા તરફી જ કહેવાય. ટેકનીકલ પેરામીટર માં આ રીતે જોઈએ તો ઘટાડા નું કન્ફર્મેશન કદાચ મોડું મળે છે. પરંતુ, ઘણી વખત ઇન્ટ્રા-ડે, ઇન્ટ્રાવીક ની છેતરામણી વધઘટ માં ટ્રેડરને મોટું નુકશાન વેઠવા નો વારો આવે છે. માટે, યુરો માં રીવર્સ ટ્રેન્ડ ની પોઝીશન બનાવવા માટે કન્ફર્મેશન ની રાહ જોવી વધારે સારી.

Friday, 18 January 2013

Stocks to watch for 18th Jan



Bullish stocks

Buy Bharti with stop of 340 targeting 369.

Buy Hcltech on dips near 703 with stop of 690 target 733.

Buy Cairn with stop of 333 targeting 344.

Swing Buy coal with stop below 347 targeting 359.

Buy Tatacoffe with stop of 962 targeting 1008/1025.

Buy Rec with stop 242 targeting 254.

Buy Ktk bank with stop of 164 targeting 183.

Bearish stocks

Sell Cipla with stop at 314 for a target of 397/391.

Swing Sell Hpcl with stop of 357 for a target of 335.

Sell Heromotocop with stop of 1855 for a target of 1740.

Sell Bhusanstl with stop of 436 for a target of 394.

Thursday, 17 January 2013

My article published in World Network today.

The original version of the article is as under.



મોટી વધઘટ: જો જો, જો અને તો ની ભાષા માં દોરવાતા નહી
બુધવાર 16 જાન્યુઆરી ના રોજ નિફ્ટી માં જોવાયેલા 200 પોઈન્ટ ના કડાકાએ ટ્રેડરો ને ભયભીત કર્યા. રીઝર્વ બેંક ધ્વારા વ્યાજદરો નહી ઘટાડવા ના સંકેતો એ બજાર માં વેચવાલી જોવાઈ.આ વેચવાલી માં નોધવા જેવી બાબત એ રહી કે, જો રિલાયન્સ કે જે આ કડાકા દરમ્યાન 2ટકા જેટલો ઉપર રહ્યો, તેનો જો ઇન્ડેક્ષ ને સહારો ન હોત તો કડાકો વધારે મોટો હોત. યાદ રાખો કે આપણા આ દૈનિક માં અગાઉ ઘણી વખત જણાવ્યું છે કે ઊંચા ઇન્ડેક્ષે ઉંચી વોલેટીલીટી માટે તૈયાર રહો. આજે ઈન્ફોસીસ તો કાલે રિલાયન્સ પણ ઇન્ડેક્ષ જળવાયેલો રહે, તેવો ઘાટ હોઈ સરવાળે અંડરટોન તેજી તરફી જ છે. જ્યાં સુધી બજાર તેની 50 દિવસ ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ ની ઉપર છે, ટ્રેન્ડ તેજી તરફી જ કહેવાય. નિફ્ટી ના અગર મન્થલી ચાર્ટ પર નજર કરીએ તો હાલ માં ટેક્નીકલ પેરામીટર માં નિફ્ટી તોફાની રેંજ તરફ આગળ ધપી રહી છે.


ઉપર ચાર્ટ માં જોવાય છે તેમ નિફ્ટી માં 6180 મોટો અવરોધ છે અને તેની ઉપર નો માસિક બંધ આવતા પહેલા નિફ્ટી માં આવી ઉથલપાથલો માટે તૈયાર રહો. જ્યાં સુધી નિફ્ટી 5600 ની ઉપર ટકેલી છે, આ નવા હાઈ ની આશા અકબંધ છે. અહી, "જો નિફ્ટી 6040 કુદાવે તો 6150 આવે અને જો 5940 તોડે તો 5600 આવે" - આવી જો અને તો ની ભાષા પાછળ દોરવાવા માં સરવાળે બન્ને બાજુ ના સ્ટોપલોસ હીટ કરાવી, નુકશાન જ વેઠવાનો વારો આવે.


ડોલર માં ઓપ્શન માં વેપાર રાખો
યુરો જોવાયેલી સાધારણ તેજી છતાં ડોલર ઇન્ડેક્ષ 79.25 ની ઉપર તો ડોલર રૂપિયા ની સામે 55 ની આસપાસ ટકેલો છે. છેલ્લા સાત અઠવાડિયા થી ડોલર 54.25 થી 55.10 ની રેંજ માં જોવાયો છે. અહી એ નોધવું રહ્યું કે 5200 ના નિફ્ટી આંકે ડોલર હતો 55 અને આજે 6000 ના આંકે પણ 55.



ડોલર ના આ કોન્સોલીડેશન ને જોતા આ વધશે કે ઘટશે, એની પળોજણ માં પડ્યા કરતા સીધે સીધા કોલ અને પૂટ ઓપ્શન ની પેર માં લેણ કરવું હિતાવહ છે. આ લખાય છે ત્યારે 55 નો કોલ 0.2800 અને 54 નો પુટ 0.0875 બંધ હોઈ, આ પેર ની વેલ્યુ 0.3675 જોતા, 53.60 કે 55.40 ના બેઝ રેટ ની નીચે તેમ જ ઉપર બન્ને બાજુ ની રેંજ નફો આપે.



પોઝીટીવ સ્ટોક્સ: સ્ટોપલોસ ટાર્ગેટ
રિલાયન્સ 837 910
એચડીઆઈએલ 113  135
ભારતી એરટેલ 329 365
ડીએલએફ  236.4  272



ઘટતા સ્ટોક્સ જે તેજી બતાવે સ્ટોપલોસ ટાર્ગેટ
ઓપ્ટો સર્કીટ 102 120
ભેલ  216  244



નરમી તરફી સ્ટોક્સ: સ્ટોપલોસ ટાર્ગેટ
પુંજ લોયડ 61.10 52.50
સન ટીવી 431  391
આઈડીએફસી 178 161




કોઇપણ ઘટાડે લેણ કરવા લાયક: આદીય્ત બિરલા નુવો
2008 ના રૂપિયા 2500 ના શિખરે થી રૂપિયા 335 નું તળિયું બતાવ્યા પછી આ શેર ચાર વર્ષ સુધી 700 રૂપિયા થી 1000 ની રેંજ માં રહ્યો છે. હમણાં ની તેજી માં આ શેર તેની આ જૂની રેંજ ની બહાર નીકળવા માં સફળ રહ્યો છે અને બે મહિના થી તેજી તરફી બંધ પણ આપી રહ્યો છે.




હાલ માં કોઇપણ ઘટાડે 1600 રૂપિયા ની ટાર્ગેટ થી આ શેર માં લેણ કરી શકાય. મોટાભાગે રોકાણકારો નાની બજારકિંમત ના શેર લેવા નું પસંદ કરે છે. પણ યાદ રાખો કે ટાટાટેલી કે એમટીએનએલ જેવો નાનો શેર લો કે ઈન્ફોસીસ જેવો મોટી વેલ્યુ નો, અગર શેર દસ ટકા વધે કે ઘટે, તમારું રોકાણ એજ ટકાવારી માં વધવાનું કે ઘટવાનું.

ચાંદી: હવે ચિંતા નહી
ચાંદી માં હવે ઊંચા બોટમ બનવા ની શરૂઆત થઇ ગઈ છે. યુએસ સ્પોટ માં તેની સાપ્તાહિક 50 અને 100 અઠવાડિયા ની એક્ષ્પોનેન્શિયલ એવરેજો ની ઉપર ચાંદી એ ચાલવા ની શરૂઆત કરી છે. ગયા વર્ષ માં સોના ની સરખામણીએ ચાંદી માં સરવાળે ઘટાડો જોવાયો છે.
હવે, એમસીએક્શ વાયદા માં હવે 58610 ઉપર ની ચાંદી ની આ ચાલ જળવાઈ રહેતા 60500 સુધી ની શક્યતા વધારે છે. અહી યાદ રાખવું કે ચાંદી ની દૈનિક રેંજ મોટી હોઈ, 58600 સુધી નો કોઈ પણ ઘટાડો લેણ ની નવી પોઝીશન બનાવવા માટે ની તક ગણી શકાય.

ક્રુડ: થોડા હૈ થોડે કી જરૂરત હૈ
MCX વાયદો આમ તો નવા વર્ષ ની શરૂઆત સાથે જ 5100 ની ઉપર ટકેલો છે. પરંતુ, આખા પખવાડિયા માં 5175 ના તેના મોટા અવરોધ ને પાર કરવા માં સફળ રહ્યો નથી.


બુધવાર ના રોજ પણ ઇન્વેન્ટરી ઘટી ને આવતા ભાવો માં સુધાર ની શક્યતા વધી હતી, પરંતુ, વાયદા માં 5162 ના ઊંચા ભાવે સુધાર અટકી ગયો હતો. હવે, ક્રુડ માં નવી તેજી માટે બે-એક સેશન માં આ 5175 ના અવરોધ ને વટાવવું આવશ્યક છે.


આશિષ કુમાર ગોપી





Wednesday, 16 January 2013

My article in Saturday's World Network

e paper: http://www.worldnetwork.in/


Tuesday, 15 January 2013

Gail: Buy

Time period: 1 week

Stoploss: 363






  • Oil stocks continued the northward journey today again.
  • The stock that has missed the momentum in the space is GAIL.
  • The stock has already exited its falling channel in 2nd week of September.
  • September onwards, the stock has been consolidating.
  • Now, it has managed to cross its Exponential Moving average of 50 Weeks.
  • Hence, a sustenance above 376 in NSE Cash segment will bring positive momentum.
  • The previous week's low which is 363 will be the stop for the long position in the stock.

Positive break-out of Diamond Pattern.



The over-all view on the metal is changed.

Regards.
Ashish

yoursashishonly@gmail.com
+918866600035

Monday, 14 January 2013

Lead updates

Buy Lead cmp 125.7 Stop below 125.45 target 127.
"તો શું નિફ્ટી એપ્રિલ માસ સુધીમાં 7000 આવશે?"



Now, Nifty is all set to test the Double top formed in the month of January 2010.

The buying on the board denies to stop and the Nifty 50 stocks, in many cases out-performing their respective sectors, keep making new highs, challenging previous tops and closing positively to uphold the Nifty.

In the entire calender year, we have not witnessed the kind of single day fall that we had seen in 2004, 2006, even in 2007, 2008 and 2010.

Compared to the daily Nifty Future volumes of more than 2 crore, the participation is still missing.

The technical parameters on the Nifty chart suggest a sharp move here on.



The Technical parameters:

1) RSI at 71.

2) Positive formation above MACD histograph.

3) Most important: The Ultimate oscillator is not to test 70. Historically, on the monthly chart whenever the UO crosses 70, the momentum becomes much broader, larger and sharp. Ultimate Oscillator measures the buying or selling pressure. Currently, the monthly UO at 64, suggests the pressure had been strong enough and on MONTHLY BASIS a larger momentum is not ruled out.

A closing above 6185 on monthly basis will confirm this view.



Receive the complete note on mail.
E-mail: yoursashishonly@gmail.com
Contact: +91 8866600035

Article in Today's Gujarat Guardian.

e-paper link:
http://gujaratguardian.in/E-Paper/01-14-2013Suppliment/index.html




ડોલર નું રૂપિયા સામે દમ છે, પણ યુરો સામે પાણી કમ છે

નવેમ્બર માસ ના પહેલા મંગળવાર ની અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ની ચુંટણી પછી ડોલર માં સુધાર જોવાયો હતો . પરંતુ, 15 નવેમ્બર પછી ડોલર ના યુરો સામે ના ઘટાડા ને પગલે પીછેહઠ જોવાઈ. ડીસેમ્બર માસ ની શરૂઆત માં ડોલર માં સુધાર ની શરૂઆત થઇ, તો ફરી પછી ગયા અઠવાડિયે ગુરુ અને શક્રવાર ના રોજ ઘટાડો જોવાયો. હાલ માં ડોલર ઇન્ડેક્ષ તેના નવેમ્બર માસ ના સુધારા ની શરૂઆત ના 79.90 ના સ્તર થી નીચે 79.50 સુધી જોવાયો છે.

ડોલર ઇન્ડેક્ષ ડેઈલી ચાર્ટ 

ડોલર કરતા યુરો મજબૂત : રૂપિયા સામે યુરો ની નવી ઉંચાઈ 
ડોલર નો ઘટાડો મુખ્યત્વે યુરો માં સુધાર ને પગલે જોવાયો છે. યુરો ડોલર સામે ના તેના સાત માસ ના સર્વોચ્ચ સ્તરે 1.3341 બંધ રહ્યો છે. જુલાઈ માસ માં જ્યાં આપણા શેરબજાર માં 5200 ના નિફ્ટી ના આંક થી તેજી ની શરૂઆત થઇ, ત્યાં યુરો પણ સતત 1.2110 ના નિમ્ન સ્તરે થી સતત ઊંચા બોટમ બનાવતો રહી હાલ માં 1.3341 સુધી જોવાયો.


યુરો વીકલી ચાર્ટ 


જયારે જાપાનીઝ યેન ની ડોલર સામે ની પીછેહઠ ચાલુ રહી અને યેન ડોલર સામે સાત મહિના ના તળીયે જોવાયો છે. અગર રૂપિયા ની વાત કરીએ તો રૂપિયો ડોલર સામે આ અઠવાડિયે અડધા ટકા જેટલો સુધર્યો તો યુરો સામે દોઢ ટકા જેટલો ઘટ્યો છે અને યુરો રૂપિયા સામે ના તેના 73 ના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો.

યુરો-રૂપિયા નો વીકલી ચાર્ટ 
હકીકત માં તો યુરો એ રૂપિયા સામે ચાર અઠવાડિયા પહેલા જે 72 ની ઉપર ની ચાલ બતાવી હતી, એ જ તેનું બ્રેક-આઉટ હતું. ગયા અઠવાડિયે ગુરુ અને શુક્રવાર ના રોજ ના સુધાર માં યુરો રૂપિયા સામે ફરી 72 ની ઉપર જોવાતા હવે યુરો ની નવી રેંજ ખુલી છે. આથી હાલ ના તબક્કે યુરો માં ટ્રેન્ડ તેજી તરફી જ છે અને જ્યાં સુધી સાપ્તાહિક બંધ 72 ની નીચે નો ન જોવાય, યુરો માં મંદી કરવી હિતાવહ નથી. આ અઠવાડિયે 72.30 કે 72.40 સુધી ના કોઈ પણ ઘટાડે નવી લેણ ની પોઝીશન બનાવી શકાય.

ડોલર 55.30 થી 54.40 ની રેંજ માં 
જયારે ડોલર રૂપિયા સામે આ અઠવાડિયે નરમ તો રહ્યો, અને 55.30 ની ઉપર ટકવા માં પણ અસમર્થ રહ્યો છે. છેલ્લા પાંચ અઠવાડિયા દરમ્યાન ડોલર 55.30 ના સ્તર ની આસપાસ થી પાછો ઠેલાયો છે. આથી, જ્યાં સુધી 55.30 ની નીચે ડોલર રહે, કોઈ મોટા સુધાર ની આશા નથી. પણ સાથે સાથે ડોલર દરેક અઠવાડિયે ઊંચા બોટમ પણ બનાવતો જોવાયો છે. આ અઠવાડિયે ગયા અઠવાડિયા ના નીચા સ્તર 54.35 ની નીચે ની ચાલ ન જોવાય ત્યાં સુધી ડોલર હજી આજ 54.30 થી 55.30 ની રેંજ માં જ કહી શકાય.

ડોલર-રૂપિયા નો વીકલી ચાર્ટ 



આ સપ્તાહે NSE વાયદા ના પ્રીમીયમ ને જોતા ડોલર માં 54.6000 થી 54.5500 ની રેંજ માં 54.1000 ના સ્ટોપલોસ થી લેણ ની પોઝીશન બનાવી શકાય. 55.3000 વટાવતા સ્ટોપલોસ સુધારી આ પોઝીશન ટ્રેલ કરી શકાય.

યેન : ઓવર-સોલ્ડ માં, પણ હજી જોખમી
યેન સપ્ટેમ્બર માસ થી રૂપિયા સામે એકધારા ઘટાડા તરફી છે. યેન ડોલર સામે પણ આ ગાળા માં મોટા પાયે ઘટાડો દર્શાવી ચુક્યો છે. યેન રૂપિયા સામે હાલ માં હાઈલી ઓવર-સોલ્ડ ઝોન માં હોવા છતાં, પણ યેન માં હાલ માં કોઈ પણ લેણ કરવું હિતાવહ નથી.

યેન-રૂપિયા નો વીકલી ચાર્ટ 


હજી પણ યેન માં બે થી અઢી ટકા ના ઘટાડા ની શક્યતા છે. JPYINR ના NSE ના પ્રીમીયમ ને જોતા 60.2000 સુધી ના ઘટાડા ની શક્યતા નકારી શકાય નહી.

Email: yoursashishonly@gmail.com
My article in today's Bluechip
The weekly newspaper

આઈઆઈપી આકડા, ઇન્ફી નું પરિણામ, હેવી-વેટ શેરો ના તોફાન છતાં રેંજ નાની 
સોમવાર ના રોજ 6042 નું ઊંચું સ્તર જોવાયા બાદ સમગ્ર સપ્તાહ દરમ્યાન નિફ્ટી સ્પોટ 5940 થી 6042 ની 100 પોઈન્ટ ની રેંજ માં જ રહ્યું છે. આઈઆઈપી આંકડા, ઈન્ફોસીસ નું ત્રિમાસિક પરિણામ, ડીઝલ સબસીડી નો નિર્ણય વગેરે મહત્વ ની બાબતો આખા અઠવાડિયા દરમ્યાન બજાર માં ચર્ચાતી રહી. ટાટા મોટર ના બે દિવસ ના કુલ 7% જેટલા નો ઉછાળો, ઈન્ફોસીસ નો છેલ્લા દિવસ નો 16% નો ઉછાળો, ઓએનજીસી નો 6% ના ઉછાળા બાદ નો 3% નો ઘટાડો, વિપ્રો નો 6% નો ઉછાળો, ટીસીએસ નો 4% નો છેલ્લા દિવસ નો સુધાર, આ બધા તોફાનો છતાં ઇન્ડેક્ષ આ 80 પોઈન્ટ ની રેંજ માં જ અફ્ડાતો રહ્યો.

5835 સુધી ના ઘટાડા માટે માનસિક રીતે તૈયાર રહો
નિફ્ટી ની 100 અને 200 દિવસ જેવી મહત્વ ની એવરેજો હાલ માં અનુક્રમે 5680 અને 5415 છે. 5975 નું હાલ નું નિફ્ટી સ્પોટ નું આ સ્તર જોતા એ તો નક્કી કે હાલ ના તબક્કે ટ્રેડરે 5835 સુધી ના (50 દિવસ ની એવરેજ) ઘટાડા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. આરએસઆઈ, એમએસીડી અને અપવર્ડ સ્લોપીંગ ચેનલ જેવા ટેકનીકલ પેરામીટર માં પણ નિફ્ટી માં 6000 ની ઉપર ના સ્તરો પર વેચવાલી જોવાઈ છે. સેન્સેક્ષ માં અપવર્ડ ચેનલ માં 19900 મોટો અવરોધ હોઈ, આગામી સપ્તાહે નિફ્ટી સ્પોટ નું 6000 ની ઉપર ના સ્તરે જળવાઈ રહેવું મુશ્કેલ છે.

વધતો ડોલર ચિંતા નો વિષય
હાલ ની તેજી નો વ્યાપ 2010 કરતા બહોળો રહ્યો છે. નિફ્ટી ઉપરાંત, બેંક શેરો, સીએનક્ષ 100, સીએનક્ષ 500, મિડકેપ 50, નિફ્ટી જુનિયર, ઇન્ફ્રા શેરો અને 2013 ની શરૂઆત માં બાકી હતું તે ઓઈલ શેરો માં પણ લેવાલી જોવાઈ. પરંતુ, જુલાઈ માસ ના 5200 ના નિફ્ટી ના આંક વખતે પણ ડોલર રૂપિયા ની સામે 55 ના સ્તર પર હતો, તો હાલ માં 6000 ના નિફ્ટી ના આંક માં પણ ડોલર રૂપિયા ની સામે 55 આસપાસ સ્થિર છે. એ વાત સાચી કે જાપાન અને અમેરિકા ના બજારો માં અગાઉ કરન્સી ના ઘસારા છતાં અર્થતંત્ર અને તેને પગલે શેર બજારો માં સુધાર જોવાયા છે. પરંતુ, આ દેશો ની નિકાસો તેમના વિકાસ નું ચાલક બળ હોઈ, ઘસાતી કરન્સી નિકાસો ને પ્રોત્સાહિત કરે. જયારે આપણી વિદેશ વેપાર ખાધ ને જોતા વધતો ડોલર આપણા માટે ચિંતા નો વિષય છે. અહી એ નોધવું રહ્યું કે છેલ્લા એક વર્ષ માં ડોલર ઇન્ડેક્ષ માં કોઈ ખાસ મોટો સુધાર જોવાયો નથી. હમણાં હમણાં તો ડોલર યુરો ની સામે ઘસાયો છે, છતાં પણ રૂપિયા સામે ની તેની સ્થિરતા જળવાઈ રહી છે. અગર યુરો ની વાત કરીએ તો યુરો તો રૂપિયા સામે તેના ઐતિહાસિક ઊંચા સ્તર 73 આસપાસ જોવાયો છે. ભલે 2011 ની સરખામણીએ રૂપિયો સ્થિર રહ્યો હોય, પરંતુ, અન્ય વૈશ્વિક કરન્સી (જાપાનીઝ યેન ને બાદ કરતા) ની સરખામણીએ રૂપિયો ઘસાયો છે. 

ડોલર નું 55.45 નું સ્તર નિર્ણાયક 
આ લખાય છે ત્યારે ડોલર રૂપિયા સામે 54.75 આસપાસ જોવાયો છે. છેલ્લા પાંચેક અઠવાડિયા થી ડોલર રૂપિયા સામે 55.45 ની ઉપર ટકવા માં સફળ રહ્યો નથી. આમ, હવે રૂપિયા ના સુધાર માટે ડોલર નું આ સ્તર થી નીચે રહેવું અગત્ય નું છે. ગયા અઠવાડિયા નો નીચો ભાવ 54.16 તૂટે તો હવે 53.45 સુધી ના રૂપિયા ના સુધાર ની શક્યતા ગણી શકાય.

બેન્કિંગ શેરો માં હજી પણ સુધાર ની શક્યતા
ગયા વર્ષ દરમ્યાન બેંકનિફ્ટી માં 45 ટકા નો સુધાર નોધાયો છે. એક્ષિસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એસબીઆઈ જેવા ઇન્ડેક્ષ હેવી-વેટ શેરો માં 40 થી લઇ ને 60 ટકા સુધી ના વાર્ષિક ઉછાળા જોવાયા છે. તેની સરખામણીએ સેન્ટ્રલ બેંક, કોટકબેંક, બેંક ઓફ બરોડા માં હજી પણ સુધાર નો આશાવાદ છે.

ટ્રેડીંગ સ્ટોક્સ: ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ
હાલ ની તેજી માં ટીસ્કો અન્ય શેરો ની સરખામણી એ સ્થિર રહ્યો છે. જયારે જેએસડબ્લ્યુ માં કોઈ ખાસ સુધાર જોવાયો નથી. આ બન્ને શેરો 3 થી 5 ટકા ના નફા માટે ટૂકા ગાળા ના ટ્રેડીંગ માં શ્રેષ્ટ છે.

ચાંદી: 59740 મોટો અવરોધ
ચાંદી દિવસ દરમ્યાન 700 થી 1000 પોઈન્ટ ની વધઘટ બતાવતી રહી છે. પરંતુ, સાપ્તાહિક દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયે પણ 58000, ગયા અઠવાડિયે પણ 58000 અને એન પહેલા ના અઠવાડિયે પણ 58000. દિવસ દરમ્યાન ની મોટી વધઘટ છતાં સોના ની સરખામણીએ ચાંદી ટ્રેડીંગ માટે વધુ સલામત વિકલ્પ છે. યુએસ સ્પોટ નો સાપ્તાહિક ચાર્ટ જોતા ચાંદી માં 31.40 ડોલર નો મોટો અવરોધ છે અને છેલ્લા ત્રણ અઠવાડિયા દરમ્યાન આ અવરોધ પાર કરવા માં ચાંદી સફળ રહી નથી. આ લખાય છે ત્યારે યુએસ સ્પોટ માં 30.60 આસપાસ રહેલ ચાંદી માં હવે 29.25 ડોલર મહત્વ નો ટેકો છે. જયારે MCX માર્ચ વાયદા માં ચાંદી માં 59760 મોટો અવરોધ કહી શકાય. જ્યાં સુધી આ અવરોધ ની ઉપર નો બંધ ન જોવાય ચાંદી 57440 થી 59760 ની આ 2300 પોઈન્ટ ની રેંજ માં જ ગણી શકાય.

કોપર: 22 મહિના ની તેજી ને બ્રેક
આ લખાય છે ત્યારે કોપર ફેબ્રુઆરી વાયદા માં 447.60 આસપાસ જોવાયું છે. 11 મહિના ના 25 ટકા જેટલા મોટા ઘટાડા બાદ કોપર માં 22 મહિના તેજી જોવાઈ છે. પરંતુ, ગયા આખા અઠવાડિયા દરમ્યાન કોપર 451 ની ઉપર બંધ રહેવા માં સફળ રહ્યું નથી. આમ, હવે 447 નીચે નો સાપ્તાહિક બંધ આવતા વેચવાલી જોવાવાની શક્યતા વધારે છે.

ક્રુડ: 5180 મોટો અવરોધ 
સતત પાંચ અઠવાડિયા ની તેજી પછી ક્રુડ ના સુધાર ને અઠવાડિયે બ્રેક લાગેલી જણાય છે. યુએસ સ્પોટ માં ક્રુડ તેના છેલ્લા પાંચ મહિના ના 93 ડોલર ના અવરોધ ને પાર કરવા માં સફળ તો રહ્યું. પરંતુ, ગુરુવાર ના રોજ જોવાયેલ સુધાર માં 94.50 ડોલર થી આ સુધાર ની પીછેહઠ રહી. પરંતુ, ક્રુડ હજી પણ 90 ડોલર ની ઉપર ટકેલું હોઈ, તેમાં અંડર-ટોન તેજી નો છે. MCX જાન્યુઆરી વાયદા માં 5180 મોટો અવરોધ હોઈ, આગળ ની તેજી માટે ક્રુડ નું 5185 ની ઉપર નું બંધ આવવું આવશ્કય છે. 5142 ની નીચે ની ચાલ ક્રુડ માટે 5003 અને 4982 સુધી ના ઘટાડા લાવી શકે.