Thursday, 10 January 2013


નવા વર્ષ ની શરૂઆત અને 6000 નો આંક
નવા વર્ષ ની શરૂઆત નિફ્ટી ના નવા આંક સાથે થયા ને આજે દસ દિવસ થવા આવ્યા છે. તા 1 જાન્યુઆરી  અને 2 જાન્યુઆરી ના બે સળંગ ગેપ-અપ ઓપનીંગ પછી નિફ્ટી સ્પોટ 6000 વટાવ્યા બાદ એક આખું અઠવાડિયું 6000 ના આંક ની ઉપર રહ્યું. પરંતુ, હમણાં હમણાં 6040 આસપાસ સતત અવરોધ જોવાતો રહ્યો છે.

ઘણા મિત્રો નો સવાલ છે - આગળ શું? 
મજા ની વાત એ છે કે આ સવાલ ની સાથે બીજા પૂરક સવાલો પણ મજા ના છે. "આ સાહેબે નિફ્ટી નું આ લેવલ કહ્યું છે, આપનું શું માનવું છે?" "આ સરે કહ્યું છે કે આની ઉપર લો અને આની નીચે વેચો, જયારે આશિષભાઈ, તમે તો આ લેવલ કહો છો."

જો જો, "જો અને તો" માં દોરવાતા નહી
મિત્રો, 2008 પછી પહેલી વખત શેર બજાર નો ધમધમાટ બહોળો રહ્યો છે. 2010 માં નિફ્ટી માં 6000 નું સ્તર જોવાયું હતું, પરંતુ એ તેજી ઇન્ડેક્ષ શેરો પુરતી મર્યાદિત રહી હતી. જયારે 2012 ની તેજી માં નિફ્ટી ના 25% ના વધારા સામે બેંકનિફ્ટી 55%, મિડકેપ50 45% ઉપરાંત મીડિયા, ઇન્ફ્રા બધાજ ઇન્ડેક્ષો માં સુધાર જોવાયા છે. એમાં પણ 2013 ના પહેલા અઠવાડિયા માં તો નિફ્ટી કરતા CNX100 અને CNX100 કરતા CNX500 વધારે સુધર્યા. આમ હાલ ની શેર બજાર ની તેજી માં જાણે કે જાતે-જાત માં લેવાલી જોવાઈ છે. આ તેજી ની શરૂઆત સાથે "જો આ કુદાવે તો આ અને આ તોડે તો પેલું" ની સલાહ આપનાર જોરશોર થી શરુ થયા છે અને ટ્રેડર બિચારા આ જો અને તો ની વચ્ચે ફરી વધેરાવા તૈયાર થઇ રહ્યા છે.

મારે મારા મિત્રો ને એટલું જ કહેવું છે કે મહેરબાની કરી આ "જો - તો" માં દોરવાશો નહિ. બજાર માંથી અગર કોઈ પણ રોકાણકાર કે ટ્રેડર નફો રળી શકશે તો તે તેની પોતાની આવડત ના જ જોરે. હા, જી. કોઈ જ આશિષભાઈ કે કોઈપણ સલાહ આપનાર એકાદ જોરદાર ટીપ આપી આપને લાખોપતી ન બનાવી શકે. દરેક ટ્રેડરે પોતાની જોખમ લેવાની ક્ષમતા ધ્યાન પર રાખી ને જ સોદો કરવો. અગર અશીશભાઈ કહે કે ક્રુડ 5155 માં વેચવાનું અને 5178 નો સ્ટોપલોસ. 5078 નું ટાર્ગેટ. તો લોટ પર રૂપિયા 7700 ના નફા ને ધ્યાને લેતા પહેલા પોતાને પ્રશ્ન પૂછો કે શું હાલ માં રૂપિયા 2500 નું નુકશાન વેઠી શકાશે? હાજી, નફો કમાવાનો વિચાર કરતા પહેલા નુકશાન ની ગણતરી કરી લો. ઉપરાંત, ક્યારે પણ કોઈ પણ એક સોદા પાછળ પોતાની પૂરી તાકાત ખર્ચી ન નાખો. ધીરજપૂર્વક સોદા કરીએ અને તમે અને હું બન્ને આ બજાર માં ટકી રહીએ, એટલું જ ઘણું. બજાર માં ટકેલા રહીશું તો નફો તો આવશે જ!

આજ થી આપણે નિફ્ટી, સ્ટોક્સ, ચાંદી અને ક્રુડ ના અપડેટ ગુજરાતી ભાષા માં પણ અહી મુકીશું.

આપ સહુ નો સાથ બનેલો રહે. આગળ હરી ની ઈચ્છા! ઈશ્વર તે જે આપ્યું, એ તો તારી કૃપા છે, બાકી આ બંદા ની શી લાયકાત છે!


Yours Forever
Ashish Kumar Gopi
yoursashishonly@gmail.com

No comments:

Post a Comment