e paper link:
રૂપિયા નું રિવર્સલ: ઓઈલ સબસીડી નો બોજ ઘટતા રૂપિયા માં સુધાર
છેલ્લા ત્રણ માસ થી કેપિટલ માર્કેટ ના અનુભવીઓ ને ગુચવતા સવાલ નો છેવટે જાણે કે જવાબ મળી ગયો. એક બાજુ સપ્ટેમ્બર માસ થી શેર બજાર માં તોફાની તેજી ચાલી છે, તો આ જ ગાળા દરમ્યાન 51.25 ના નીચા સ્તર થી ડોલર સતત સુધરતો રહ્યો. નવેમ્બર માસ માં તો ડોલર રૂપિયા ની સામે 55.87 સુધી ના ઊંચા મથાળે જોવાયો હતો. એમાં પણ જાન્યુઆરી માસ ની શરૂઆત થી જ ડોલર ફરી 55 ની સપાટી ની ઉપર ચાલતો જોવાયો. હવે જયારે નિફ્ટી આંક 5200 હતો ત્યારે પણ ડોલર 55 અને 6000 ના અંકે પણ 55. કાં તો ડોલર ઘટે, કાં નિફ્ટી. કરેકશન કોનું પહેલા આવે, એ યક્ષ પ્રશ્ન દરેકેદરેક ફંડ મેનેજર અને રોકાણકાર ને સતાવી રહ્યો હતો. છેવટે સરકારે ડીઝલ પર ની સબસીડી નાબુદ કરવા નો નિર્ણય લીધો, તો આ નિર્ણય ના પગલે સરકાર ને આ વખતે જે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ને જીવિત રાખવા જે ઓઈલ બોન્ડ ઈશ્યુ કરવા પડે છે, એનો ભાર ઘટશે. સરકાર ના આ ઓઈલ બોન્ડ ના બોજા ના ઘટવા ના સમાચાર ને પગલે રૂપિયા માં તેજી જોવાઈ. અઠવાડિયા દરમ્યાન રૂપિયા સામે સ્થિર રહેલા ડોલર માં છેલ્લા બે દિવસો માં બે ટકા થી પણ વધારે નો કડાકો જોવાયો અને આ લખાય છે ત્યારે ડોલર રૂપિયા ની સામે 54 ના સ્તર ની પણ નીચે 53.77 જોવાયો છે.
હાલ ડોલર ના આ ઘટાડા માં નોધવા જેવી બાબત એ રહી કે 2011 પછી પહેલી વખત ડોલર વીકલી ચાર્ટ કરેકશન પહેલા ના ઊંચા સ્તરો ને વટાવવા માં અસમર્થ રહ્યો છે. ઉપર ચાર્ટ માં જોવાય છે એમ નવેમ્બર માસ ના છેલ્લા અઠવાડિયા માં ડોલર માં આવો જ કડાકો જોવાયો હતો અને ત્યાર પછી ના આ દોઢ મહિના માં ડોલર નવેમ્બર માસ ના એ અઠવાડિયા ના ઊંચા સ્તરો ને વટાવ્યા સિવાય ફરી ઘટાડા તરફી રહેતા હવે રૂપિયા નો સુધાર જળવાઈ રહેવા ની આશા છે.
યેન ની નરમ રાખવા ની જાપાની સરકાર ની નીતિ
2008 પછી જાપાન આ ત્રીજી વખત આર્થિક મંદી નો સામનો કરી રહ્યું છે. સરકારે નિકાસો ને પ્રોત્સાહિત કરવા ઘર-આંગણે કરન્સી ને નરમ રાખવા ની નીતિ જ જાણે કે અપનાવી લીધી છે. પાંચેક દિવસ પહેલા જાપાન ના વડાપ્રધાન શિન્ઝો એબે 50 લાખ કરોડ યેન વિદેશી બોન્ડ માં રોકવા ની જાહેરાત કરી છે. વડાપ્રધાન ની આ જાહેરાત ને પગલે વૈશ્વિક કરન્સીઓ સામે છ મહિના થી ઘટી રહેલા યેન, જે હાલ માં ઓવર-સોલ્ડ ઝોન માં હતો અને એકાદ રિવર્સલ ની શક્યતા હતી, તેની સામે ઓવર-સોલ્ડ ઝોન માં જ યેન વધુ ઘટી રૂપિયા ની સામે 59.84 ના નીચા સ્તરો સુધી જોવાયો.
જોકે યેન આમ તો ઘટાડા તરફી જ લાગે છે, પરંતુ હાલ ના આ ઓવર-સોલ્ડ ઝોન ને જોતા 59.10 આસપાસ થી એકાદ પ્રત્યાઘાતી ઉછાળા ની શક્યતા નકારી શકાય નહી.
યુરો હજી પણ સ્થિર
આમ તો ગયા અઠવાડિયે રૂપિયો ડોલર, યેન ઉપરાંત યુરો ની સામે પણ મક્કમ રહ્યો છે. યુરો ની સામે અઠવાડિયા માં રૂપિયો બે ટકા જેટલો સુધર્યો છે. પરંતુ, યુરો ના વીકલી ચાર્ટ પર ફ્લેગ પેટર્ન જોવાઈ છે.
યુરો ના આ મુમેન્ટમ ને જોતા જ્યાં સુધી ડીસેમ્બર ના છેલ્લા અઠવાડિયા નો નીચો ભાવ 70.80 ની નીચે નો સાપ્તાહિક બંધ ન જોવાય, યુરો માં અન્ડર ટોન સુધારા તરફી જ કહેવાય. ટેકનીકલ પેરામીટર માં આ રીતે જોઈએ તો ઘટાડા નું કન્ફર્મેશન કદાચ મોડું મળે છે. પરંતુ, ઘણી વખત ઇન્ટ્રા-ડે, ઇન્ટ્રાવીક ની છેતરામણી વધઘટ માં ટ્રેડરને મોટું નુકશાન વેઠવા નો વારો આવે છે. માટે, યુરો માં રીવર્સ ટ્રેન્ડ ની પોઝીશન બનાવવા માટે કન્ફર્મેશન ની રાહ જોવી વધારે સારી.
No comments:
Post a Comment