My article in today's Gujarat Guardian
e paper link: http://gujaratguardian.in/E-Paper/02-11-2013Suppliment/index.html
પાઉન્ડ અને ડોલર નો યુ-ટર્ન
યુરો અને રૂપિયો નરમ
USDINR: ચારેક અઠવાડિયા ની નરમી પછી ડોલર માં એક રીએક્ટીવ ઉછાળો જોવાયો છે. આમ તો જોકે સાપ્તાહિક દ્રષ્ટીએ 54.0000 નું સ્તર ડોલર માં અવરોધ છે, પરંતુ, 54.2400 ની શક્યતા નકારી શકાય નહી.
8 જાન્યુઆરી ના રોજ 55.00 ના સ્તર થી શરુ થયેલ ઘટાડા માં ડોલર માં 53.00 ની નીચે ના સ્તરો હમણાં હમણાં જોવાયા હતા. પરંતુ, આ એક માસ ના ઘટાડા બાદ ડોલર તેના આ ઘટાડા ની ટ્રેન્ડ લાઈન ને વટાવવા માં પણ સફળ રહ્યો છે. ડોલર નું આ બ્રેક-આઉટ જોતા એમ કહી શકાય કે હાલ પૂરતા ડોલર ના આ નરમ ટ્રેન્ડ માં બ્રેક લાગી છે અને ઉછાળા ની શક્યતા વધારે છે.
EURINR: ઓક્ટોબર માસ ના 66.6200 ના સ્તર થી શરુ થયેલ સુધાર ને હવે થોડા સમય માટે બ્રેક લાગેલી જણાય છે. યુરો આ અઠવાડિયે ડોલર સામે પણ સાત મહિના ના સુધાર પછી નરમ જોવાયો છે. પરંતુ, રૂપિયા સામે 71.15 નો મહત્વ નો ટેકો હોઈ, જ્યાં સુધી આની ઉપર ની ચાલ જળવાઈ રહે આમ તો જો કે ટ્રેન્ડ તેજી તરફી જ કહેવાય, પરંતુ, 72.20 ના અવરોધ ને જોતા, 71.15 તૂટતા 70.16 સુધીના ઘટાડા ની શક્યતા નકારી શકાય નહી.
આગળ ની આપણી કોલમ માં યુરો વીકલી ચાર્ટ પર ફ્લેગ પેટર્ન માં હોવાની ચર્ચા આપણે કરી હતી. આમ વીકલી ચાર્ટ પર તો હજી પણ યુરો માં તેજી નો પ્રવાહ અકબંધ છે. પરંતુ, છેલ્લા ત્રણેક અઠવાડિયા માં યુરો માં ઊંચા મથાળે નરમી જોવાઈ છે. ઉપરાંત યુરો ડોલર સામે પણ નરમ રહ્યો હોઈ, હવે આપણી આ કરન્સી પેર માં ઊંચા મથાળે નરમી રહેવા ની શક્યતા છે.
GBPINR: શુક્રવાર ના રોજ પાઉન્ડ માં જોવાયેલ સુધાર ને પગલે હવે આ કરન્સી પેર માં 84.00 મહત્વ નો ટેકો છે. હવે, જ્યાં સુધી 84.00 ના ઉપર ની ચાલ જળવાઈ રહે, આ સુધારો આગળ ધપે. જાન્યુઆરી માસ ના 89.14 ના ઊંચા સ્તરે થી પાઉન્ડ માં ફેબ્રુઆરી ની શરૂઆત માં જ 82.44 સુધીનો કડાકો જોવાયો. ફક્ત જાન્યુઆરી માસ માં જ આ કરન્સી પેર માં આશરે દસ ટકા જેટલો ઘટાડો નોધાયો. ફેબ્રુઆરી માસ ની શરૂઆત માં પહેલા અઠવાડિયા ની નરમી બાદ છેલ્લા બે દિવસો માં જ ત્રણ ટકા નો સુધારો થયો છે. આ જોતા હાલ માં પાઉન્ડ માં 85.3500 ની શક્યતા વધારે છે.
No comments:
Post a Comment